STORYMIRROR

Gopal Dhakan

Classics

4  

Gopal Dhakan

Classics

એમાં પડ્યા જેવું નથી

એમાં પડ્યા જેવું નથી

1 min
552

એમાં પડ્યા જેવું નથી.

એ છોરીની આંખ્યું છે ઊંડા ઘુના એ ઘુનામાં તર્યા જેવું નથી.


અરે, વીંછીનો દંશ ભૈ જીવ લગ આવે ને, આપી જાય પીડાનું ધામ,

છોરી આ ફૂલોની મઘમઘતી છાબ એવી, ખેંચે છે ભમરા તમામ.

ફોરમ મહી રંગ કે રંગ મહી ફોરમ એ વાતનું પચ્યા જેવું નથી.

એમાં પડ્યા જેવું નથી.


કે'તો તો જે એને ભમ્મરિયો કૂવો એ ક્યારનો ગયો છે એમાં ડૂબી

ના મીંદડી ઝબોળી ,ના ભેખડયું ખોળી,ને પોતે ડમરીયો થયો એ ખૂબી.

કે'તો કે 'તી તી ઘણું એવું ચાલશે, એ વાતનું કહ્યા જેવું નથી.

એમાં પડ્યા જેવું નથી.


છોરીની વાત જાણે વંટોળ વૈશાખી જેમ ઉભી બજારે જાય.

ડૂબેલા તરવૈયા પોતે તો કે'ય ન'ય ,મન માં ને મનમાં પીડાય.

જુવાનિયાના હોઠેથી વાત એક થાય કે વટમાં બહુ ફર્યા જેવું નથી.

એમાં પડ્યા જેવું નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics