STORYMIRROR

Shaurya Parmar

Children Classics Inspirational

4  

Shaurya Parmar

Children Classics Inspirational

સમયાંતરે

સમયાંતરે

1 min
309




સમય જ્યારે ઠગે,

ભલભલા ડગમગે,


સમય જ્યારે લૂંટે,

એક સાંધો તેર તૂટે,


સમય જ્યારે મારે,

દુઃખડા આવે ભારે,


સમય જ્યારે ડૂબાડે,

પાપ બધાય ઉખાડે,


સમય જ્યારે રડાવે,

કારમી બૂમો પડાવે,


સમય જ્યારે રખડાવે,

ક્ષણેક્ષણ દરદ લાવે,


કવિતા હજુ બાકી છે ....!


સમય જ્યારે સાથ દે,

કોણ પછી અનાથ રે?


સમય જ્યારે આપે,

સઘળા દુઃખ કાપે,


સમય જ્યારે બચાવે,

એકલો સો ને હંફાવે,


સમય જ્યારે તારે,

જય હો! ઉચ્ચારે!


સમય જ્યારે હસાવે,

મોજ પળેપળ આવે,


સમય જ્યારે સ્વીકારે,

ચૌદે દિશા આવકારે!


Rate this content
Log in

Similar gujarati poem from Children