STORYMIRROR

Shaurya Parmar

Classics Fantasy Tragedy

4  

Shaurya Parmar

Classics Fantasy Tragedy

પાંદડું

પાંદડું

1 min
28.5K




નીચે પડેલા કરમાયેલા પાનને,

કચરો કહેવાય છે,

એજ પાન છાંયો હતું આપતું,

એ ક્યાં દેખાય છે?


પાન જે આપતું પ્રાણવાયુ આપણને,

એના જ પ્રાણ લેવાય છે,

સાવરણીથી એને હાંકી કાઢીને,

પકડીને ડોલમાં નંખાય છે,


ડોલમાં પડેલું એ પાંદડું જોતું ને કહેતું,

મરતાને બાજુમાં મૂકાય છે,

પાંદડું પહોંચે છે ઉકરડામાં ત્યારે,

ભારોભાર પસ્તાય છે,


લાગણીઓ એની લીલી હતી જે,

આજે જમીન દોસ્ત થાય છે,

નીચે પડેલા કરમાયેલા પાનને,

જ્યારે કચરો કહેવાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics