STORYMIRROR

Shaurya Parmar

Classics Fantasy Inspirational

4  

Shaurya Parmar

Classics Fantasy Inspirational

શ્રી રામ

શ્રી રામ

1 min
27.5K


શબરીના બોર તમે ખાધા ઘણાં, 

હવે આવોને કો'ક દિ' આમ, 

તમને યાદ કરું છું શ્રી રામ.


ઉતારો આપીશ ને હેતથી રાખીશ, 

મારું આંગણું છે એ મુકામ, 

તમને યાદ કરું છું શ્રી રામ.


કમાડ હોય બંધ તો, ખખડાવજો, 

અવાજ કરજો, શૌર્ય છે નામ, 

તમને યાદ કરું છું શ્રી રામ.


ધન્યતા લાવશે, પગલાં તમારા, 

પછી આંગણું થશે ચારધામ, 

તમને યાદ કરું છું શ્રી રામ.


કેરીનો રસ અને રોટલી બનાવીશ, 

સાથે બેસી કરીશું ખાનપાન, 

તમને યાદ કરું છું શ્રી રામ.


સવારે ફરશું, રાતે વાતો કરશું, 

હવે બીજું નથી કોઈ કામ, 

તમને યાદ કરું છું શ્રી રામ.


લીમડાનું ઝાડ ને વડની છે ડાળ, 

દઈશ હું ખાટલો, કરજો આરામ, 

તમને યાદ કરું છું શ્રી રામ.


પગ દબાવીશ ને વાર્તા સંભળાવીશ, 

આવો તો થાય, પૂરી હૈયાંની હામ, 

તમને યાદ કરું છું શ્રી રામ.


આનંદ આનંદ ચારેકોર આનંદ, 

શ્રી રામ આવશે મારે ગામ, 

તમને યાદ કરું છું શ્રી રામ.


Rate this content
Log in

Similar gujarati poem from Classics