હાસ્ય
હાસ્ય
મનની પ્રસન્નતાને કદી વ્યક્ત કરે છે હાસ્ય,
અંગેઅંગને હર્ષ અર્પી પુલકિત કરે છે હાસ્ય,
અંતરનો રાજીપો ચહેરે આવી વસતો વળી,
સામેની વ્યક્તિમાં પણ ખુશી ભરે છે હાસ્ય,
અનુકૂળતા સંજોગોની પ્રદર્શિત થઈ જતી,
તનમનનાં એનાં હરખને સામે ધરે છે હાસ્ય,
આંખ પણ શુભ ઘડીમાં હાજરી પૂરાવતી,
ભાવના અતિરેકે અશ્રુઓ થઇ ખરે છે હાસ્ય,
ગાલ પણ સુઅવસર જાણી ખીલી ઊઠતાં,
વાણી શબ્દસંગાથે ખંજને નીખરે છે હાસ્ય,
'હ' કારની અભિવ્યક્તિ મંગળપળોમાં થનારી,
પોતે હસી બીજાને પણ એ વિખરે છે હાસ્ય,
કસમયનું હાસ્ય માનવીની મૂર્ખતાં સૂચવતું,
યોગ્ય સમયે કેટકેટલાં રોગને હરે છે હાસ્ય.