STORYMIRROR

Harshida Dipak

Classics Drama Fantasy

4  

Harshida Dipak

Classics Drama Fantasy

તું યે ચૂપ ... હું યે ચૂપ ....

તું યે ચૂપ ... હું યે ચૂપ ....

1 min
28K




તું યે ચૂપ ... હું યે ચૂપ ....

હો .. હો .. હો ....

ઓલો મેઘલો વરસે સોહમ સોહમ....

લીલી ધરતી કંઈ તરસે મોઘમ મોઘમ ....

તું યે ચૂપ ... હું યે ચૂપ ....


ગાલની લાલી રળતી હાલી,

આંખનું કાજળ ઢળતું હાલ્યું ,

પાંપણ નીચી પડતી ઝાલી,

હૈયામાં કંઈ હળવું હાલ્યું ,

હો ... હો ... હો ...

વહેતો ધીમો સમીરો ગુમસુમ ગુમસુમ ...

નાદ હળવેથી સંભળાતો સુનમુન સુનમુન.

તું યે ચૂપ ... હું યે ચૂપ ....


નજરું તારી બોલતી જાતી,

મન માલીપા એક કહાની ,

વાયરો વીટી ઝાંઝરી ગાતી,

આકાશેથી વરસી બાની,

હો ... હો ... હો ...

તારા સૂરમાં થયું છે આજ ઘેલું તનમન ....

ભીંજે રાધા - ઘનશ્યામનું મીઠું ઉપવન ...

તું યે ચૂપ ... હું યે ચૂપ ....


Rate this content
Log in

Similar gujarati poem from Classics