STORYMIRROR

Dina Chhelavda

Classics Inspirational

4  

Dina Chhelavda

Classics Inspirational

જીવન બાગ

જીવન બાગ

1 min
281

અર્જુનના સવાલ થકી જન્મે મહાજ્ઞાન ગીતા,

ને દર્શન દેવા કાજે આજ કૃષ્ણ થયા સાક્ષાત ! 


મોહમાયાનો ભ્રમ આજ તુટ્યો મનને દ્વાર,

સપનામાં આવીને કૃષ્ણ રોજ કરે મુલાકાત !


અપેક્ષાઓ કૈં સઘળી છુટી કુંપળ ફુટ્યુ જ્ઞાન, 

અંતરમાં ઉજાગર થઈ કાઈ ભીતરની ઔકાત !  


હું પણાને ત્યજીને એ બીજ વાવ્યું નિરાકાર,

ને આમ થયો જીવન બાગે પુષ્પોનો પમરાટ ! 


હવે અલગારી ફકીરીનું ચડ્યું છે કાઈ તાન, 

મહેફિલ જમાવી અનોખી માણવાને એકાંત ! 


Rate this content
Log in

Similar gujarati poem from Classics