શબ્દો કલમની તાકાત
શબ્દો કલમની તાકાત
1 min
357
શબ્દો ને ક્યાં સમજણ છે
એ આમ જ સરી જાય છે
માનવ મુખથી શબ્દો સતત
નિરંતર વહી જાય છે.
શબ્દે શબ્દે અહીં તો
રણશિંગુ ફુકાય છે
શબ્દોના આ બાણ છે
એ હૈયું વીંધી જાય છે.
શબ્દ એક જ અર્થ અલગ
શબ્દ રમત રમી જાય છે
માસુમ દિલનો માલિક
અહીં શબ્દોથી છેતરાય છે.
શબ્દ ફુલ બની વરસે ક્યાંક
કંટક બની ભોંકાય છે
શબ્દો ના વાર થકી તો
અહીં મહાભારત રચાય છે.
શબ્દો છે ક્યાંક મૌન બરાબર
શબ્દો જ કલમની તાકાત છે
શબ્દોની સાથે કરી દોસ્તી અમે
શબ્દો જ અમારા શ્વાસ છે.
