STORYMIRROR

Dina Chhelavda

Abstract

4  

Dina Chhelavda

Abstract

શબ્દ - ગૂંજતો નાદ

શબ્દ - ગૂંજતો નાદ

1 min
424

શબ્દ એટલે અનંત બ્રહ્માંડમાં ગુંજતો નાદ

શબ્દ એટલે હૃદયની સપ્તરંગી લાગણી,


શબ્દ એટલે મનરૂપી નગરીમાં ઘૂઘવતો સાગર

શબ્દ એટલે મૌનને વાચા આપતી પરિભાષા,


શબ્દ એટલે અંતરના ઊંડાણમાંથી ઊઠતાં સૂર -તાલ

શબ્દ એટલે પારિજાતનો લતા સાથેનો સંવાદ,


શબ્દ એટલે સૂરજના ઊગતાં ઉજાસનો કલરવ

શબ્દ એટલે વાંસળીના સુરમાંથી રેલાતી મીઠાશ,


શબ્દ એટલે ખનકતી પાયલમાંથી રેલાતો ઝંકાર

શબ્દ એટલે ઉર્મિની લહેરો ને અશ્રુની સરવાણી,


શબ્દ એટલે પ્રકાશ, પથદર્શક અને માર્ગદર્શક

શબ્દ એટલે કવિતા અને ગઝલનો શણગાર,


શબ્દ એટલે કોરા કાગળ પર કંડારેલી સંવેદના

શબ્દ એટલે મોરપંખની પીંછીથી કાગળ પર રચાતું મેઘધનુષી ચિત્ર,


શબ્દ એટલે અંતરના ઝરણામાંથી ઘસમસતા વહેતા નીરની નવલકથા,

શબ્દ એટલે કલ્પનાને મૌન વાચારૂપે નિહાળી કલમના સહારે બોલાતો સંવાદ


શબ્દ એટલે જ આરંભ ને શબ્દ એટલે જ અંત.


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Abstract