અંતિમ સત્ય
અંતિમ સત્ય


દરિયાની ખારાશમાં તો,ચિલો ચાતરી, કરી ગયો હું મારો રસ્તો,
રાસ ન આવી એ ખારાશ અશ્રુઓની,એને કેમે કરીને ખાળી નથી શકતો.
ચાલ્યો છું સદા જેને એકદમ નજીક છે માનીને, એ પણ રોકી ન શક્યા મને,
એને આમ, સાવ દૂર થતા જોઈ પણ નથી શકતો.
મળી છે સજા,હદથી વધારે જિંદગીને ચાહવાની મને,
સજા કોણ અને કેમ આપે છે,વાત એ નથી સમજી શકતો.
અફસોસ તો રહેશે આજીવન,પણ આનંદ એ વાતનો છે, નિપુર્ણ કે
પહોંચ્યો છું ત્યાં, જ્યાં ખુદને પણ હવે દુઃખ નથી પહોંચાડી શકતો.