STORYMIRROR

Smita Dhruv

Others

4  

Smita Dhruv

Others

બે ઘડીનો વિસામો

બે ઘડીનો વિસામો

1 min
520

થોડી કળ વળવા દે ને દોસ્ત,

એકાદ ઝોકું તો  ખાવા દે !

બગાસાંઓની વચ્ચેનાં સમયમાં,

ગરમા-ગરમ ચા તો  પીવા દે !


 અવિરત દોડ્યો હું જીવન-પથ પર,

રાખ્યાં સૌને ખુશ, તેથી કદાચ,

આજ વિસામો ખાઈ લઉં તો,

ફરી થઇ જાઉં હું તૈયાર !


લેખાં -જોખાં જીવનના મેં,

સાચવ્યાં છે કાળ પર્યન્ત,

આજ સૌથી વેગળો થઇને,

પીવા દે મને જીવન-રસ !


Rate this content
Log in