STORYMIRROR

ચૈતન્ય જોષી

Abstract

4  

ચૈતન્ય જોષી

Abstract

રાતરાણી

રાતરાણી

1 min
417

શોભા રાતની વધારે રાતરાણી.

સુગંધ કેવી એ પ્રસારે રાતરાણી.


હો બાગબગીચો કે ઘરફળિયું,

વાતાવરણને મહેકાવે રાતરાણી.


જાણે કે સુગંધતણી મહારાણી,

ખૂશ્બુ ચોમેર પ્રસરાવે રાતરાણી.


કોઈ એકલદોકલ યુગલની સંગે,

તનમન કેવાં રે બહેકાવે રાતરાણી.


સામ્રાજ્ઞી રખેને રજની તણી હશે,

ગમ દુનિયાનાં એ ભૂલાવે રાતરાણી.


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

Similar gujarati poem from Abstract