તારા સુધી
તારા સુધી


આભને આંબી મારે જવું નથી સિતારા સુધી,
ફક્ત જીવને ચાલવું બાપા આવવા તારા સુધી,
છે પંથ તો અંધકાર ભર્યો ને ભૂલ ભૂલામણો,
પણ આખર અંત મને લાવશે તારા સુધી,
ન મળે તું વર્ષો વર્ષ સાધનાઓ કરી આકરી,
પુણ્યોદય આતમનો થયો આવ્યો તારા સુધી,
સહેલ નથી કલિકાળમાં સદગુરુ સાચા શોધવા,
તારી કૃપા એ તીર્થને બોલાવ્યો તે તારા સુધી,
મનથી માની લીધાં છે, મારા સદગુરુ મેં આપને,
આશ "બંદગી" આ હૃદયની પહોંચે તારા સુધી.