શું થાય માણસ છીએ ને
શું થાય માણસ છીએ ને
શું થાય માણસ છીએ ને !
ક્યારેક મૂઝાવું પણ પડે,
સાચા હોય છતાં સંતાવૂ પડે,
શું થાય માણસ છીએ ને !
ક્યારેક વગર કારણે હરખાવું પડે,
હેત ન હોય તોય જાવું પડે,
શું થાય માણસ છીએ ને !
લાગે છે ટાઢ તોય નહાવું પડે,
બાલ્ટી પાણી એ ચલાવવું પડે,
શું થાય માણસ છીએ ને !
વગર ભૂખે ખાવું પડે,
રસોઈઘરમાં રોકાવું પડે,
શું થાય માણસ છીએ ને !
મોંઘવારીના મારે સંકોચાવું પડે,
શોખ હોય ફરારી ના તો પણ ફ્રન્ટીમાં ચલાવવું પડે,
શું થાય માણસ છીએ ને !
ખોટી પંચાતે જોતરાવું પડે,
બોશની લીલાને છૂપાવવું પડે,
શું થાય માણસ છીએ ને !
મહેનત કરીને ખાવું પડે
ભ્રષ્ટાચારી ને ભોગ લગાવું પડે,
શું થાય માણસ છીએ ને !
એકલા હાથે લડવું પડે,
અન્યાય સામે નડવું પડે
શું થાય માણસ છીએ ને !
માનવ તારે નાચવું પડે,
જિંદગીનું ભાથુ ભરવું પડે
શું થાય માણસ છીએ ને !
ઈશ્વર તારે સાચ બતાવવું પડે
ચંચળ મન ને વારવું પડે
માણસ પર ડામ લગાવવું પડે
પ્રકૃતિને બચાવવું પડે
માનવને સમજાવવું પડે
અભિમાન એનું ઉતારવું પડે
શું થાય ઈશ્વર છો ને !
