STORYMIRROR

Nardi Parekh

Abstract

4  

Nardi Parekh

Abstract

મનોબળ

મનોબળ

1 min
297

અંતરમન પર પહેરો લગાવો,

ખોલી અંતર દ્વાર જો..

મનની મુરાદો મિટાવા કાજે,

 કામના કેરી કતાર જો...


મનડાને પળમાં ભટકાવે,

અટકાવી દઈ હાથ જો.

મનવા કેરા નિશ્ચય ઉપર,

કરવા બેઠા પ્રહાર જો...


નયન દ્વારેથી હુમલો કરીને,

ઘૂસે મનની માંહ્ય જો,

અંતર મન પર કબજો કરવા,

સદાય એ તૈયાર જો...


દાદ ન દેતા, ચોટ એ દેતાં,

ભટકાવે પગથાર જો.

મક્કમ થઈને જિદ એ કરતાં,

તોડવાને નિર્ધાર જો...


મનડાને કેળવતા રહેજો,

નિત્ય ધરીને ધ્યાન જો.

નીર ક્ષીર કેરો વિવેક નંદી,

કરશે તમને પાર જો...


Rate this content
Log in

Similar gujarati poem from Abstract