ફરજ
ફરજ
ફરજ પૂર્ણ,
કરી ચૂપ રહેતા,
સદાય પિતા.
છે અદ્રશ્ય
છતા અનુભવાય,
પરમાત્મા તું.
કહ્યા વિના,
સમજી જાય માત્ર,
આંખોથી મિત્ર.
સર્વત્ર વહે,
સર્વ જન શ્વસે ઓં
મુક્ત હવા.
વિપદા ઘેરે,
ન હારી ન થાકી તું,
જનની મારી.
કાન તરસે,
સાંભળવા ઉંડેરા,
પાવાના સૂર.
