ચાલ
ચાલ
1 min
281
ચાલ લટાર મારી આવું પેલી વાટે,
મળી'તી જ્યાં સફળતાની ચાવી !
ઊંચા ઊંચા ઊગી નીકળ્યા અંકુર,
ક્યાંક દેખાઈ મારી વ્હાલી પગથી !
ચાલ લટાર મારી આવું પેલી વાટે,
ભીનાં ભીનાં ભાસે અધીર નયન,
ક્યાંક ખોવાઈ મારી વ્હાલી હથેળી !
ચાલ લટાર મારી આવું પેલી વાટે,
સરર સરર સરતો સહજ સમીર,
ક્યાંક સંતાઈ મારી વ્હાલી જનની !
