STORYMIRROR

Dr.Bhavana Shah

Drama

4  

Dr.Bhavana Shah

Drama

પિતા મારા

પિતા મારા

1 min
243

વાગે જો ઠોકર તો હાથ તમે ઝાલો,

વાગે જો સંબંધ તો ઉપદેશ તમે આપો,

પિતા મારા...


જીવનનું ગણિત ગૂંચ ઘણી કરે,

ગુણાકાર કરતા બાદબાકી ઘણી કરે,

લાગે જો મુશ્કેલ તો દાખલો સાચો કરી આપો..

 પિતા મારા..


રવાડે ચઢી ગયા ક..ખ ..ગ  ..

વ્હારે આવો ત્યારે તમે જ..

ભાગે જો ભ્રમ બધા માર્ગદર્શન કરી આપો...

પિતા મારા ..


બહુરંગી દુનિયા ડરામણી,

કેમ કરી ઓળખવી ?

જાગે અંતર નયન જો કૃપા કરી આપો..

પિતા મારા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama