મૂલ્યો
મૂલ્યો
બચાવી શકતા હો તો બચાવી લો,
સંભાળી શકતા હો તો સંભાળી લો,
કચડાતા જાય છે,
રિબાતા જાય છે સતત મૂલ્યો,
શિક્ષક વિવેક ચૂક્યો વિદ્યાર્થી વિનય ભૂલ્યો,
ભ્રષ્ટાચારી ને રૂશ્વત ખોરીએ,
બેફામ ખોલ્યા છેે ખાતા,
જેમાં ખાતેદારો ના સમાતા,
બચાવી શકતા હો તો બચાવી લો,
સંભાળી શકતા હો તો સંભાળી લો,
ધોવાતા જાય છે, ઘસાતા જાય છે, સતત મૂલ્યો,
સફેદ વસ્ત્ર મહીં કાળા ડાઘ સંતાયા,
દુર્જનોની મહેફિલ મહીં સજ્જનોના મુખ સિવાયા,
બચાવી શકતા હો તો બચાવી લો,
સંભાળી શકતા હો તો સંભાળી લો,
કરગરતા જાય છે રડતા જાય છે, સતત મૂલ્યો.