એક પરિવાર
એક પરિવાર
જીવનની ચડતી પડતીમાં સાથે હોય પરિવાર,
ઘરમાં આવતા મૂંઝાય કષ્ટ ને સમસ્યા સો વાર,
હોય બાળ કે જરઠ સૌનું ધ્યાન ઘરે રખાય,
હોય પહાડ સમી મુસીબત પળમાં દૂર થાય,
હોય પ્રસંગ કે ઉત્સવ ઉમંગથી ઉજવાતા ઘરમાં,
થાય પ્રવાસ કે પર્યટન સૌ કોઈ હોય મોજમાં !
રાખે સૌ કુટુંબીજનોને એક સાથે ઘરના મોભી,
ન હોય કોઈ નિરાશાને, ઘરમાં દેખા દેતી ખુશી,
એક પરિવાર જ હોય સૌ માટે ચિંતિત ને રાજી,
અભાવો વચ્ચે પણ રહે જિંદગી તાજી ને તાજી.
