STORYMIRROR

Kiran Chaudhary

Romance Inspirational

3  

Kiran Chaudhary

Romance Inspirational

પ્રેમથી

પ્રેમથી

1 min
209

શ્રેષ્ઠ ઔષધ સર્વે દુઃખોનું તે પ્રેમ,

છોડો સૌની ઈર્ષ્યા આપો સ્નેહ,


જીવન કેરી કેડીમાં સમય ઓછો,

અપનાવીને પ્રેમ, છોડો તમે ગુસ્સો,


નફરતની રાજનીતિ તમે ત્યાગો,

ચારે તરફ પ્રેમભાવ સદા વરસાવો,


હોય સંકટ મોટા કદી ન હારો,

પ્રેમની સુવાસ જ તમે ફેલાવો,


જીતી શકો દુનિયા આનંદને પ્રેમથી,

દૂર રહો નફરતના ખોટા વહેમથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance