બલિદાન
બલિદાન
'મા ભોમના' સપૂતને કોટિ કોટિ વંદન !
દેશ રક્ષા કાજે શહીદ થનારને નમન.
રાષ્ટ્રપ્રેમ ખાતર જે દેતા તેમના પ્રાણ,
કરતા દિન રાત રક્ષણ, સૈનિક છે મહાન.
કરીએ સૌ યાદ ! તેમના આ બલિદાનને,
દેશ નહિ ભૂલે કદી, તેમના આ સાહસને.
જેમના થકી રહેતા સૌ કોઈ સુરક્ષિત,
તિરંગામાં લપેટાયેલા વીરનું સદ્ નસીબ.
આઝાદી જંગના લાડવૈયાને યાદ કરીએ,
બજાવે ફરજ દેશ માટે તેમનું સન્માન કરીએ.
