STORYMIRROR

Kiran Chaudhary

Inspirational Children

4  

Kiran Chaudhary

Inspirational Children

જોડાયેલા રહીએ

જોડાયેલા રહીએ

1 min
293

પતંગ દોરની જેમ જોડાયેલા રહીએ,

પરિવારથી અલગ ક્યારેય ન થઈએ,


હોય મતભેદ સૌના ઘરમાં નોખા,

સાથે ભળીએ જેમ ઘી ને ચોખા,


પતંગ શીખવે ઊંચી ઉડાન ભરતાં,

દોરીના તાર જેમ જોડાયેલા રહેતા,


સહારો જેમ પતંગને દોરાનો હોય,

માનવને માનવની જ હંમેશ હૂંફ હોય,


ગગને જેમ મુક્ત થઈ પતંગ લહેરાય,

જોડાઈએ સમાજથી વિમુખ ન થવાય,


પડે નહીં ગાંઠ સંસાર કેરા સાગરમાં,

હણાય ન જીવન, અબોલનું અહીં પર્વમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational