વ્હાલા બાળકો
વ્હાલા બાળકો
પ્રભુના અમે વ્હાલા બાળકો,
સૌ કોઈને તો ગમતા સંતાનો,
રોજ અમે આનંદ જ કરીએ,
ઝગડીએ પણ ભેગા રહીએ,
ન કોઈ સ્વાર્થ, ન કોઈ દગો..!
કોઈ કહે લાલો, કોઈ કહે ગગો,
નાની બેબીને કોઈ કહે ટીની..!
ગમતા અમને ડોગી ને બિલ્લી,
દાદાની અમે વાત સાંભળતા,
મમ્મીને અમે રે..મદદ કરતા,
ને પ્યારા પ્યારા અમે છીએ બાળ,
સૌ કોઈના લાડકવાયા બાળ.
