STORYMIRROR

Jitendra Bhavsar

Inspirational

3  

Jitendra Bhavsar

Inspirational

લાવો શરાબ

લાવો શરાબ

1 min
13.7K


સુરજ ગયો છે આથમી, લાવો શરાબ,

ઈજ્જત સમય પર સાચવી, લાવો શરાબ.

વરસો પછી મળ્યા મિત્રો, જૂના મિત્રો,

ખુબ જ ભલા છે આદમી, લાવો શરાબ.

પાછળ જે છૂટી, આબરૂ મારી હતી,

એ આ જ તો છે પામવી, લાવો શરાબ.

એમાં કહે છે - હોય છે સાત્વિક સુખ,

લો, શોધ એની આદરી, લાવો શરાબ.

કે કાયદામાંથીય તો થોડી ઘણી,

લઇ છૂટ આજે ચાખવી, લાવો શરાબ.

છોડી હતી એને કદી, તો પણ ફરી,

આજે પડી છે માંગવી, લાવો શરાબ.

બસ એક છેલ્લી વાર, આપી દો મને,

છો આપ મોટા માનવી, લાવો શરાબ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational