STORYMIRROR

Jagat Patel

Inspirational

3  

Jagat Patel

Inspirational

મા...

મા...

1 min
14.1K


સવાર પડતાજ માથે હાથ ફરાવી જગાડે..

બાળગીતો ગાતા પાટલે બેસાડી નવડાવે...

તૈયાર કરી એના મનનો રાજ કુમાર બનાવે..

જગન્નાથ જગદીશ પાસે પ્રાર્થના ગવડાવે...

રમત રમતમાં થાય કોઈ મીઠા ઝઘડા તો..

બાળકનાં ઘડતરના ભાગ રૂપે ખખડાવે...

સૂરજ તપે ને શોધતી એ હાથ ઝાલી..

સમય થાય એટલે પાસે લઈ ખવડાવે...

જગતથી અજાણ ને મસ્તીમાં મશગૂલ..

બાળવાર્તા કરી માથે હાથ ફરાવી સુવડાવે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational