માતૃભાષાને વંદન...
માતૃભાષાને વંદન...
શબ્દ એક છેડો ત્યાં સૂર નીકળે..
"ક" ને શોધો ત્યાં બારક્ષરી મળે...
ક કલમનો ક ને ખ ખડીયાનો ખ..
આમ ભણતા અમે સૌ નિશાળે...
અર્થના અનર્થ હર કોઇ કરે..
બંધ બેસતો શબ્દ જ્યાં ભળે...
લખવામાં છે એ સૌથી સહેલી..
ભૂલકાઓના હાથ જેમ વળે...
ગુજરાતી ભાષા હો કે' હો જણ..
'જગત' આખામાં એ ક્યાં ના મળે...?