વસંત...
વસંત...
1 min
13.6K
મન માં આજે ઇચ્છા જાગે..
સમણાનો એ માળો લાગે...
કવિની કલ્પનાઓ માં જાણે..
તુટતા તારે મુરાદો માગે...
પલકારો ક્યાં મારું આજે..
આનન જોતા આંખે વાગે...
પાંખો ઝંખે ઉડવા કાજે..
ગીતો ગાતું મનના રાગે...
જોઇ લલાટે બીંદી તારી..
હૈયે મારા ઉત્સવ જાગે...
હરખાતું જાણીને આ જગત..
ખીલે છે વસંત જીવન બાગે.
