Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".
Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".

Jagat Patel

Inspirational


3  

Jagat Patel

Inspirational


જગતનો જગદીશ...

જગતનો જગદીશ...

1 min 13.4K 1 min 13.4K

સુતો છે ઓઢીને આસમાની રજાઇમાં એને ઉગાડવો છે...

અઢીસો મણની તળાઇ ઓઢી સુતેલ રસ્તો જગાડવો છે..*

તમે જો આવો અમારે આંગણે, બની નવોઢા સજી ધજીને..

વળી વળીને એ ઓરડાને હજુ અમસ્તો સજાવવો છે...

કરી ઉભો એક એક દિલમાં ઉજાસ સાથે ઉમંગને પણ..

હ્રદય ઝરૂખે ફરી એ પાછો દિપોત્સવને મનાવવો છે...

ગલી ગલીમાં ફરી ફરીને નમે છે, માનવ થયો નમાલો..

હવે જગાડી એનું જ ગૌરવ, એ ઇશને ખોળે રમાડવો છે...

વિચારજો, આ હ્રદય રમાડીને જઇ શકો છો તમે તમારું..!

હવે તમારા જગતનો જગદીશ આજ એને બનાવવો છે...


Rate this content
Log in

More gujarati poem from Jagat Patel

Similar gujarati poem from Inspirational