STORYMIRROR

Jagat Patel

Inspirational Others

3  

Jagat Patel

Inspirational Others

કબર...

કબર...

1 min
27.1K


હ્રદયમાં જરૂરી છે ચાહ રાહબરની,

નજરને મળી રાહ આજે નજરની.

ભરેલા હશે જામ એના નયનમાં,

પછી જો મજા કેટલી છે સફરની.

ચડે છે નશો જે અમારી સંગતનો,

થવાની નથી જાણ આવી અસરની.

અમે તો વસ્યા કેટલાયે હ્રદયમાં,

બન્યા મૌન, જાણ ક્યાં એ ખબરની.

કદરદાન જો ને હવે તું અમારા,

તને તો ખબર પણ નથી એ કદરની.

ચડાવી રહી છું હવે તું કુસુમને,

'જગત'ને ભલી ક્યાં ખબર એ કબરની.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational