વતનની આવે યાદ
વતનની આવે યાદ
હાલને ભેરુ જઈએ ગામડે, વતનની આવે યાદ,
દાદા-દાદીની એ વાતો..! સખાનો ન ભૂલાય સાથ.
વહેલી સવારે વલોણા, ધોરીડાના વાગે ઘૂઘરાઓ,
પોશાકે અવ-નવા બીજની થેલીના થીંગડાઓ.
શાળાના એ સંસ્મરણો ને, તહેવારોનો એ ઉમંગ,
વિવાહ કે હોય મલાજો, સૌના તન મન એક રંગ.
ગીલી દંડોને આંબલીપીંપળીની રમાતી એ રમતો,
તળાવનું એ સ્નાન, ને ખેતરની અંધારી એ રાતો.
બોરની એ મીઠાશ કે આંબાની હોય એ કાચી કેરી,
એક બીજાનો સહવાસ ને, સૌની હોય શેરી.
શ્રાવણે થાય રામાયણ- મહાભારતની કથાઓ,
એક બીજાના સહારે જીવતા, સૌ વૃધ્ધને માતાઓ.
બીજાના દુઃખે દુઃખી, ને સુખમાં સૌ ભાગીદાર,
માન, મોભો ને આવકારના સૌ કોઈ જાગીદાર.
