*સાવ સાચું હોય છે.*
*સાવ સાચું હોય છે.*
*સાવ સાચું હોય છે.*
સાવ સાચું હોય છે ફરિયાદમાં, એવું નથી કૈ
હોય છે સાચાપણું સંવાદમાં, એવુ નથી કૈ
ઝાડ વેલા ઝાંખરા શોધ્યા નથી મળતા હવે ત્યાં
ખોટ આવી છે હવે વરસાદમાં, એવું નથી કૈ
બદલાઈ પેઢી વિચારોમાં છે મતભેદો,ઘણાં ત્યાં
નબળાઈ છે આજની બુનિયાદમાં, એવું નથી કૈ
ચાલતી આવે રૂઢી પેઢી તણી ખોટી નથી એ
સત્ય છુપાયું હશે વિવાદમાં, એવું નથી કૈ
ત્રાજવે તોળી કરે છે ન્યાય એ દરબારમાં, તો
છોડશે સૌને કદી અપવાદમાં, એવું નથી કૈ
નરેન્દ્ર ત્રિવેદી.......
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
