"માનશો નૈ"
"માનશો નૈ"
*"માનશો નૈ"*
સમજવું સમજાવવું, છે કૈ સરલ એ માનશો નૈ,
વાત જાણો છો, એ સાચી છે એવું પણ રાખશો નૈ.
દોડવું ચારેતરફ, જીવન તણાં સપના જોઈને,
હાર માની ને, તમે બેઠા રહો કૈ પામશો નૈ.
અટપટું છે જ્ઞાન, પામવું વિના કોઈ જ શાસ્ત્રો,
પૂછશો ખોટા સવાલો, એમ કંઇ પણ જાણશો નૈ.
આવશે આંગણ, વિચારેલું બધું, આશા નકામી,
ને, મળી જાશે, વગર કાર્યે એવું વિચારશો નૈ.
વાત છે કુદરત તણી, ત્યાં ભેદભાવો તો મળ્યાં નૈ,
માનેલા ખોટા નિયમ માટે, તર્ક સમજાવશો નૈ.
*નરેન્દ્ર ત્રિવેદી.(ભાવનગર)*
💐💐💐💐💐💐💐💐💐💐💐💐
