શિખરથી દડ દડવું*
શિખરથી દડ દડવું*
*શિખરથી દડ દડવું*
શિખરથી દડદડવું, નથી લગાવ લાગ્યો,
ઝરણમાંથી નદી થૈ વહેવું, સ્વભાવ લાગ્યો.
ચિતર્યું છે ગીત, સંગીત ને શણગાર ચહેરા પર,
રોમે રોમમાં સૂર સપ્તકનો, પ્રભાવ લાગ્યો.
ઉભા છે મિનારા ત્યાં, ઝાંખી ઇતિહાસની આપી,
માનો કે ન માનો, ત્યાં સમયનો ઉભાર લાગ્યો.
પશુ, પંખી, કે જંતુને, નથી કાયમી નિવાસ,
છે, વિનાશ સ્વ સર્જી, પ્રકૃતિનો અભાવ લાગ્યો.
ચર્ચાનો દોર જામ્યો છે, આ ગ્લોબલ કાર્બનનો,
સૌનો પ્રકૃતિને, ન ગમે તેવો બચાવ લાગ્યો.
*નરેન્દ્ર ત્રિવેદી......*
💐💐💐💐💐💐💐💐💐💐💐💐
