સમય
સમય
હું સમય છું, વહેણ બદલાતો સમય છું
ને, નિરંતર અવિરત વહેતો સમય છું
ના કોઈ છે બંધન મારે, સૌ ને છ બંધન મારું
ના કોઈ પકડી શકે મને, સૌ ને છે વળગણ મારું.
હું સાથે રહું, કે ના રહું, મારી સાથે રહેવું પડે.
ગયો સમય પાછો ન આવે,છતાં વહેતો રહું છું
કહે, સમય બદલાયો, અરે! હું ક્યાં બદલાવ છું.
સમય બદલાયો કહે, અહીં ક્યાં કોઈ બદલાય છે.
મને બાંધ્યો ઘડીયાળથી, મારે ક્યાં કોઈ બંધન છે
ચાલુ રહે, ના રહે, હું તો સતત વહેતો રહું છું.
આ તો સમય સમયનાં વહેણ છે, જે બદલાય છે
થાય, દિન--રાત, ક્યાં કોઈ કરામત છે મારી
મારા સમયનાં વહેણ સાથે દુનિયા ચાલતી રહે
મારું વહેણ ન બદલી શકે, બસ વહેંચી શકે મને. જો હું સ્થિર થઈ જાઉં, દુનિયા થઈ જાય સ્થિર.
*નરેન્દ્ર ત્રિવેદી*
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
