બંધ કર
બંધ કર
જિંદગી તું આમ મુશ્કેલીઓ આપવાનું બંધ કર.
સમુંદર તું મીઠા પાણીની આસ રાખવાનું બંધ કર.
રેગિસ્તાન પણ રડી રહ્યો પાણી વગર,
આમ પ્યાસા રણ ને તડપાવવાનું બંધ કર.
કોઈની ખ્વાહિશ પૂરી કરવા તૂટ્યો એક તારો,
નસીબમાં છે તે મળશે આમ માંગવાનું બંધ કર.
બાવળ વાવી કાંટા જ મળશે જીવનમાં,
ફૂલોની સુવાસમાં પણ દુઃખી થવાનું બંધ કર.
સુકુંની લહેર અટારી એ આવી છુપાઈ ગઈ,
આમ જિંદગી રૂઠી ને મનાવવાનું બંધ કર.
