ફરિયાદ કરે
ફરિયાદ કરે
અકળાયેલું મન યાદ કરે છે.
જપ્ત કરેલા આસું ફરિયાદ કરે છે.
મનમોજીલું બાળપણ પોકાર કરે,
પરવાનગી વચ્ચે વિવાદ કરે છે.
મીઠી મીઠી ભાઈબંધીની મસ્તી,
આંખો નમ રાખી ભાઈ સાદ કરે છે.
જકડી રાખી જવાબદારી ને ફરજે,
પપ્પાનું ઘર રાણી જાણી વરસાદ કરે છે.
કાળજા કેરો કટકો પરાયો કરે સાંજ,
ન કહી શકાયેલી વાતોથી હૈયું દરદ કરે છે.
