વરસ્યા મુશળધાર
વરસ્યા મુશળધાર
કાળા વાદળ મન મૂકી વરસ્યા મુશળધાર
ઝીણી ઝીણી ઝાપડી અડે ધરાને અનરાધાર,
ભીની માટી ભીના રસ્તા શોભે લીલોતરી
ઓસની બુંદ જેમ પાણી ખીલ્યા હાજાર,
પંખીનો કલરવ ધૂન મધુર સંભળાય મેહની
મોરના થનગનાટથી લાગે ઉમંગ સવાર,
નળિયાની પનારીથી ટીપ ટીપ ટપકે બુંદ
કળીનાં ખીલ્યા ફૂલ લાગે મોહક બજાર,
વીજળીની ઝગમગ રોશની વાદળની ગર્જના
ઘડીક થંભે ઘડીક વરસે વરસાદની ધાર.
