કાળા કાળા વાદળો
કાળા કાળા વાદળો
કાળા કાળા વાદળો છવાય છે,
વરસે બુંદ બુંદ ધરા મલકાય છે,
વીજળીનો કડકડાટ સાથે ઊજળું થૈ,
સિંહની ગર્જના અંધારે સંભળાય છે,
ઝરમર વહતી નદી કે ઝરણું વહે વેગમાં
મળે સાગરને ત્યારે પ્રેમકહાની કહેવાય છે,
તોફાની વાવાઝોડું આવે ત્યારે જગ ધ્રૂજે
કુદરતનો કહર બંજર બની લખાય છે,
લીલી હરિયાળી પથારી બની જાય છે
તોફાની વાવાઝોડું કિસાનને નુકસાન કરી જાય છે,
ડૂબી જતી મહેનત ત્યારે આંસુ પાણીમાં ભળે
કિસાનની વેદના કિસાન જ સહી જાય છે,
ઘર ડૂબે, માણસ ડૂબે, ડૂબે નગર,
નવી ઉમીદ, નવી ઊર્જાનું એક કિરણ દેખાય છે.
