જવાબદારી
જવાબદારી
બચપણની ગલી જડતી નથી,
જવાબદારી હવે ઘટતી નથી.
મોજના દિવસો હતા અનેરા,
યાદોની પડીકી ખુલતી નથી.
છબછબિયાંને ખાડા ખોવાયા,
વરસાદની ઋતુ સરખી રહેતી નથી.
ફરિયાદ કરે,એક પડાવ પર આવી.
યાદો લખાય એવી કિતાબ મળતી નથી
નાની નાની વાતોમાં રીસાય જતું મન,
આજે રિસાયેલી આંખો રડતી નથી.
ફુલોભરી રાહોમાં કંટકો બિછવ્યાં,
સફળતા દેખાય, મેહનત દેખાતી નથી.
ઘૂઘવતા સમુંદરમાં તુફાનો ઘણા ભર્યાં,
શાંત લહરો ગહેરાઇમાં ખોવાતી નથી.
