જિંદગી
જિંદગી
મુશળધાર વરસાદે ભીંજાય છે જિંદગી,
કોઈવાર સૂકા રણ મહી ભટકાય છે જિંદગી.
અંધેરી નગરીમાં ડૂબેલી પગદંડીને,
અંધારાથી અજવાળામાં લઈ જાય છે જિંદગી.
ખુશી ને ગમ ત્રાજવે તોલાયા કરે છે,
સ્થિર થાય તેની રાહ જોવાય છે જિંદગી.
ભીડના શહેરમાં ખોવની ઈચ્છાથી ભટકું
એકલતાના ઓરડે સંભળાય છે જિંદગી.
ફુલોના મદહોશ ફોરમ સમ મહેકે છે જીવન,
સવારના ઉમંગ ને સાંજે કરમાય છે જિંદગી.
નાની નાની ઈચ્છા એ ચાલે છે જિંદગી,
થોડી ખુશી માં મલકાય છે જિંદગી.
સપના આંખોમાં લઈ ઉડે છે જિંદગી,
અહમ ની નદીમાં સુકાય છે જિંદગી.
