ખાલીપો
ખાલીપો
ભીડના શહેરમાં લાગે છે ખાલીપો,
એકાંતનાં એકાંતમાં લાગે છે ખલીપો.
પર્વતોની હારમાળા કુદરતના ખોળામાં,
કુદરતના સાનિધ્યમાં લાગે છે ખાલીપો
સુખાયેલ નદી સમાન થૈ મારી આંખ્યું,
ખામોશી શબ્દમાં લાગે છે ખાલીપો.
વિચારો કરતું મગજ ઘડીક થંભી જાય,
ભરે બજારે પણ લાગે છે ખાલીપો.
મિત્રો તો ઘણાં છે, ભાઈબંધ નથી,
સફળતાની સફરમાં લાગે છે ખાલીપો.
ઉજાસ ભરી રંગબેરંગી દુનિયા છે,
રંગીલા જીવનમાં લાગે છે ખાલીપો.
મંઝિલની રાહે ઠોકરો ઘણી વાગી,
ઠોકરોનાં દરદ પણ લાગે છે ખાલીપો.
