ઉડાન ભરું છું
ઉડાન ભરું છું
ખ્વાબનાં પંખ લગાવી ઉડાન ભરું છું
ઈટ પથ્થરમાં પ્રેમ પૂરી મકાન ચણું છું.
સફળતાની રાહમાં મળે કાંટાનો ઉપવન
તાનાને છુપાવી દિલથી નાદાન બનું છું.
જીવન સતત ચાલ્યા કરે પોતાના સમયે
જીવનને બેહતર કરવાં શ્રમનો તુફાન બનું છું.
પરીવારની ખુશી, નાની ખુશીને ગળે લગાવું
હસતા ખીલખીલતાં ચેહરાથી થકાન ઉડાવું છું.
મુક્ત વિહંગ બની રહું ગગનની ઊંચાયે
સપનાનાં કિંમતે ખુદ નું આસમાન ખરીદું છું.
