મહત્વાકાંક્ષી
મહત્વાકાંક્ષી
જીવનમાં ઘણા સપનાં સજાવેલા છે,
મંજિલમાં પથ્થર ઘણા બિછાવેલા છે.
ખુલી આંખે જોયા એક પાગલપન ભર્યું,
સપનાને લખી દિવાલે ટિંગાવેલા છે.
ના દિવસ દેખાય ને ના રાત દેખાય,
સપના પુરા કરવાં પગે છાલા પડેલાં છે.
નિષ્ફળતા મળે તેની સાથે તાના મળે,
સફળતાની રાહે ફૂલ વેરાયેલા છે.
સમાજમાં એક પ્રતિષ્ઠા ઊભી કરવા,
નિરાશા ને તાના ઘણા મળેલાં છે.
રંગીન દુનિયા વસાવવા ઘસાવું ઘણું પડે,
નિષ્ફળતાથી જ સફલતાના ઘર બંધાયેલા છે.
મહત્વાકાંક્ષી બનવું સહેલું નથી સાંજ,
એકાંતના ઓરડે ઘણા રડેલા છે.
