કાળો સમુંદર
કાળો સમુંદર
કાળા અંધારાનો સમુંદર છે.
ટમટમતા તારલાંનું શહર છે.
ઊંચી ઉડાન ભરતા પરિંદાનું
મસ્ત મજાનું પોતાનું નગર છે.
ઉલજનોનું વિમાન ઉડે ગગને
ખુલ્લાં વિચારોનુ નીલું અંબર છે.
વાદળો સતત વહેતા રહે મગનમાં
વરસે મન મૂકી ધરા જ એનુ ઘર છે.
ઊગે નવી સવારને આથમે સાંજ
એક નવી આશા મંજિલની ડગર છે.
