STORYMIRROR

Saryu Parikh

Inspirational Classics Romance

2.5  

Saryu Parikh

Inspirational Classics Romance

સંમતિ લગ્ન

સંમતિ લગ્ન

1 min
13.7K


પસંદ પરમાણ એમ માએ કહ્યું,

ને વળી કીધું કે પ્રેમ પછી આવશે;

જઈ વેલી વિંટાઈ ગઈ વૃક્ષને…

વચનો આપ્યા ને બન્યા જીવન સંગાથી.

છાવરે છે વર્ષા ને વાતા વંટોળથી;

પાંગરે રે કૂંપળ પ્રથમ પ્રેમથી.

સુકોમળ કમળપત્ર પોયણીના નેહની,

સૌને અર્પે એ છાયા સુસ્નેહની,

ગહેરી ગંભીર મલય બેલડી.

પાનખર ગઈ, ગઈ કેટલી વસંત પણ,

વિનીત વેલ - વૃક્ષ, સુમેળથી સમર્પણ,

પર્ણ પુષ્પ આનબાન અર્પણ.

બેમાંથી  એક બને વિશ્વાસે વ્હાલ વધે;

ઉત્તરોત્તર અંતરપટ રમ્ય, ૠજુ, સુક્ષ્મ બને;

સંમતિનો લગ્નદીપ પ્રણય લય  પ્રસારે.


Rate this content
Log in

More gujarati poem from Saryu Parikh

Similar gujarati poem from Inspirational