Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jyotin Choksey

Inspirational

3  

Jyotin Choksey

Inspirational

નથી આપણાં હાથમાં

નથી આપણાં હાથમાં

1 min
194


આપણા કોણ? આપણે કોના?

નથી એ આપણાં હાથમાં,


રહ્યાં નથી લોહીનાં બંધન,

દૂરથી જ કરીએ સૌને વંદન,

કરીને આ મન કઠણ,

કરીએ આપણું પોતનું જતન,

તો થશું આપણે સુખી

કર્યા વગર કોઈને દુ:ખી !


લાગણીથી ન ખેંચાઈ જઈએ,

થોડા દુર બધાંથી રહીએ,

માંગે ત્યારે મદદ જરૂર કરીએ,

ન માંગેલી મદદથી દૂર રહીએ,

તો થશું આપણે સુખી

કર્યા વગર કોઈને દુ:ખી !


હોય છે જુદા દરેક મન,

મુડ પણ બદલાય હરેક ક્ષણ,

આજે સારું કાલે અણબન,

આતો છે દુનિયાનો ક્રમ,

કોને છે કાલની ખબર,

રહીએ આ બધાથી પર,

તો થશું આપણે સુખી

કર્યા વગર કોઈને દુ:ખી !


આપણે ભલે ન સૌના,

પણ બધા આપણાં.

કરે મંજૂરેમન

એ જ પ્રાર્થના !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational