STORYMIRROR

Jyotin Choksey

Others

4  

Jyotin Choksey

Others

વાદળી રંગ મહાન

વાદળી રંગ મહાન

1 min
207

લાલ પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય

લાલ રંગ લોહિયાળ પીળામાં નબળાઈ 


વાદળી રંગમાં દેખાય ભલમનસાઈ 

ગગન અને સાગર વાદળીમાં સમાય


સ્વીમીંગપૂલમાં વાદળી ટાઈલ્સ સંતાય

રંગોની પરિભાષા પણ શું શું કહી જાય


વાદળી રંગના સેડ્સમાં શિતળતા વર્તાય

મનમાં શાતિં ભાવના કંપનો લહેરાય


વૈભવના ધ્યોતક ને સ્વાભિમાની જણાય

રંગોની દુનિયામાં એ વાદળી ખૂબ હરખાય


રંગ લીલો ને જાંબળી મેળવણીથી થાય

જ્યારે મૂળ રંગ વાદળીનું રૂપ બદલાય


ત્યારે મારો રંગ વાદળી મહાન થઈ જાય

લાલ પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય


Rate this content
Log in