મારા પ્યારા ઘૂંટણ
મારા પ્યારા ઘૂંટણ
ઓ મારા પ્યારા ઘૂંટણ,
મે તમારૂ કર્યું જતન.
યાદ આવે સેવા તમારી સદાય,
આપું તમને દુ:ખભરી વિદાય.
ન વીસરું તમે જે કર્યું મારે કાજે,
પણ વખત કેવો આવ્યો આજે.
મારા થકી આ દુ:ખ ન સહેવાય,
તમારી સાથે હવે ન રહેવાય.
છોડું હવે આ જીવનભરનો સાથ,
લાગ્યો મને અસહ્ય એવો થાક.
મારા નવા ઘૂંટણ આપશે સાથ.
હું ચાલી શકીશ, નાચી શકીશ,
સ્વાગત છે ઓ મારા નવા ઘૂંટણ.
આભાર તમારો માનું એટલો ઓછો,
સ્વતંત્રતાનો આનંદ પામું એટલો ઓછો.
આશીર્વાદરૂપી ઓ નવા ઘૂંટણ,
તમે જ છો હવે મારા પ્યારા ઘૂંટણ.