Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jyotin Choksey

Abstract Inspirational

3  

Jyotin Choksey

Abstract Inspirational

આહાર, વાણી, વર્તન

આહાર, વાણી, વર્તન

1 min
213

આહાર વિચાર તણી આ કૃતિ

આહાર જે લે પૂરતો, જેવી જેની પ્રકૃતિ,

આહાર જો વધુ લેવાય, પરિણમે વિકૃતિ,

આહાર લેવો થોડો ઓછો, એજ સંસ્કૃતિ,

કોઈની વાણીમાં સો સો શૂળ,

હોઈ શકે સત્યનું એ મૂળ,

કે પછી હે પ્રભુ, એ તારી ભૂલ ?

કોઈની વાણીમાં સો સો ફૂલ

હોઈ શકે સ્વાર્થનું એ મૂળ,

કે પછી હે પ્રભુ, એજ અનુકૂળ ?

વાણી પ્રમાણે વર્તન ન થાય તો,

વાણીની કિંમત કશી નથી,

વાણીના વચન પળાય તો,

વચનની કિંમત કશી નથી,

વાણીમાં વચન ન સમાય તો,

વાણીની કિંમત કશી નથી,

વાણી ને વર્તનનું મિલન થાય તો,

વચની જરુર કશી નથી.

Rate this content
Log in

Similar gujarati poem from Abstract